પોસ્ટ્સ

JNU લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

લવ કે અરેંજ ?

છબી
આજે રાહુલ અને ક્રિષ્નાની સગાઈની પ્રથમ વર્ષગાંઠ હતી.બન્ને એ મળીને એમનો આ નાનકડો પ્રસંગ ઉજવવાનું વિચાર્યું હતુ. "હેલો રાહુલ, કેટલે છે તુ?" મોડા થયેલા રાહુલ પર ક્રિષ્ના નો ફોન ગયો. "હુ રસ્તામાં જ છું .તુ ક્યા છે સ્વીટી?" રાહુલએ મસ્કો મારતા કીધું. "હુ તને બ્રેડ લાગુ છું?" "તુ ક્યા છે ક્યુટીપાઈ?" "હુ ત્યાં જ છું જ્યા આપડી સગાઈ થઇ હતી" "હુ હમણાં આવ્યો બકુડી"   ફોટો: ઇન્ટરનેટ પરથી  છ વાગ્યા ની રાહ જોતી હતી ક્રિષ્ના , તયારે છેક સાડા સાતે રાહુલ આવ્યો. ક્રિષ્નાએ મોઢું ફેરવી દીધું એનાં આવતાં ની વેંત, જાણે કે રિસાઈ ગઇ નાં હોય ! "હેલો માય પરી, મને હતુ જ કે પ્રિન્સેસ રિસાઈ જ જશે , પણ મને મનાવતા પણ આવડે છે" ક્રિષ્નાએ સામે જોયું. રાહુલ નાં હાથમાં બે રિંગ્સ હતી . "તને ખબર છે, ઠીક સાડા સાત વાગ્યે એક વરસ પેહલા તમે આવ્યા હતાં આજ હોટેલ નાં ,આ જ દરવાજે થી" રાહુલ બોલ્યો. ક્રિષ્ના એ રાહુલ સામે જોયું . "અમે મોડા નહતા પડ્યા" ક્રિષ્ના એ ફરી નાક ચડાવ્યું. "પણ, અમે પણ એ વખતેં છ વાગ્યા નાં બેસી રહ્યાં હતાં " "તો...