પોસ્ટ્સ

Science લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

પેરેલેલ યુનિવર્સ ભાગ ૩

છબી
વાંચો પેરેલલ યુનિવર્સ ભાગ 1   પેરેલલ યુનિવર્સ ભાગ 1 વાંચો પેરેલલ યુનિવર્સ ભાગ ૨  પેરેલલ યુનિવર્સ ભાગ ૨ પેરેલલ યુનિવર્સ ભાગ 3           ૧૬ જાન્યુઆરી,૨૦૧૭.રાતનાં ૧: ૨૫:૩૦ નો સમય.હિયા સમજી ગઇ કે પોતે ઘરે આવીને સુઈ ગઇ,અને જેવી એ જાગી ત્યારે એ બીજા જ યુનિવર્સમાં પહોંચી ચૂકી છે. “તો યુનિવર્સ યુનિવર્સ વચ્ચે તારીખો પણ બદલાય છે, ત્યાં ગઇકાલે ૧૬ તારીખ હતી અને અહિયાં આજે ૧૬ તારીખ છે.કમાલ છે….”હિયા મનમાં જ વિચારતી જતી હતી ત્યાં ઉપર પોતાનાં રૂમથી દરવાજાનું હેન્ડલ ખુલવાનો અવાજ આવ્યો. હિયા પોતાનાં રૂમ તરફ દોડી.એણે લાગ્યું કે નક્કી કાંઇક અજુગતું થયું હશે.ઉપર જઇને જોયું તો રૂમનું હેન્ડલ ખુલ્લું પણ રૂમનું બારણું બંધ હતું. “મને સો ટકા યાદ છે કે મે આ બારણું બંધ કર્યું  અને હુ ઊંઘી પણ નથી નીચે આવીને, કે મારી દુનિયા કે આ યુનિવર્સ ફરીથી બદલાઇ જાય.”મનમાં હિયા બબડી. હિયા દરવાજાની બહાર જ ઊભી હતી.વાતાવરણમાં જાણે તોફાન પહેલાની નીરવ શાંતિ હતી.પરંતું આ યુનિવર્સને ક્યાં ભાન  કે, એ એક અનંત મૈત્રીનું સાક્ષી બનવા જઇ રહ્યું . હિયા હજુય દરવાજાની બહાર જ ઊભી હ...

પેરેલલ યુનિવર્સ ભાગ ૨

છબી
  વાંચો પેરેલલ યુનિવર્સ ભાગ 1 પેરેલલ યુનિવર્સ ભાગ 1                                                1. પેરેલલ યુનિવર્સ :2             હિયા ને વિશ્વાસ બેસી ગયો કે પોતે , બીજી દુનિયાથી અહી આવી પહોચી છે, પણ હજુય એનાં મન માં સવાલ હતો કે , કેવી રીતે ? એનાં જીવન માં બધુ જ તો નોર્મલ ચાલતું હતુ , એ એની જીંદગી , એનાં દોસ્તો , અને એની દુનિયા.         " જે કાંઇ થયુ , એનું મૂળ ક્યાંક તો છુપાયેલું હશે જ , મારે એને શોધી કાઢવું જોઇ એ" હિયા ને મનમાં ઘણીયે વાર આ વિચાર આવતો હતો , એ બુક વાંચ્યાં પછી એ ઘરે આવી.           ઘરે આવીને ચેનથી સુઈ ગઇ..               16 જાન્યુઆરી 2017 , એટ્લે કે    ...

પેરેલલ યુનિવર્સ ભાગ ૧

છબી
                                            પેરેલલ યુનિવર્સ                                           (સમાંતરીક વિશ્વ)                          મુંબઇ થી દિલ્લી ની ટ્રેન , ટ્રેન ની ઍક મુસાફર , હિયા . હિયા સોળ વર્ષની છોકરી હતી , જે એનાં પપ્પાને મળવા દિલ્લી જઇ રહી હતી. દિલ્લીમાં એનાં પપ્પા સરકારી નોકરી કરતા હતાં.                           મુંબઇ થી રાત્રે   ...

૧૨ સાયન્સ વિથ મેથ્સ ઓર નોટ ?

છબી
સાયન્સ લેવું કે નહી ? સાયન્સમાં આવશે શું ?   સાયન્સ લઇ લઈશ અને પછી ભારે પડશે તો ?    મેથ્સ લઉં કે બાયોલોજી ? નીચે થોડી માહિત્તી છે જે તમને મદદ કરશે કે તમારે સાયન્સ લેવું તો એમાં મેથ્સ લેવું કે નહી ? સાયન્સના વિષયો: ૧. રસાયણ વિજ્ઞાન (કેમેસ્ટ્રી) ૨. ભૌતિક વિજ્ઞાન (ફીઝીક્સ) ૩. જીવ વિજ્ઞાન (બાયોલોજી) અથવા/અને ગણિત (મેથ્સ) ૪. સંસ્કૃત અથવા કોમ્પ્યુટર ૫. અંગ્રેજી   દરેક વિષયોમાં શું શું આવશે અને તમારી એમાં કેટલી રૂચી છે ,  જો એ તમે જાણતા હોવ તો ,   એ પરથી તમે નક્કી કરી શકશો કે તમારે સાયન્સ વિથ મેથ્સ લેવું કે નહી.   સાયન્સ વિથ મેથ્સમાં સમાવિષ્ટ ટોપિકસ : ૧. ગણ (સેટ્સ) : દસમાં ધોરણ સુધી આવનારા ગણ અને એના નિયમો આવશે. અમુક નવા નિયમો આવશે. આની જરૂર ગણિતમાં માત્રને માત્ર સંભાવના સોલ્વ કરવા પડે, એ સિવાય બહુ નહિ નડે. ૨. સંભાવનાઓ: ગણનો ઉપયોગ. સંભાવનાઓ શોધવાના જુદા જુદા પ્રકારો. જો તર્ક (લોજીક) સારું ચાલતું હોય સંભાવના શોધવામાં, તો સંભાવનાનાં પ્રકરણો સરળ રહેશે. જો કે એટલું વધારે ભારણ પણ નથી જો તમને ક્રમચય સંચય સાંભળેલું જણાતું હોય તો. જો ક્રમચય સંચય સમજી લીધું તો, ...