પેરેલેલ યુનિવર્સ ભાગ ૩

વાંચો પેરેલલ યુનિવર્સ ભાગ 1  પેરેલલ યુનિવર્સ ભાગ 1

વાંચો પેરેલલ યુનિવર્સ ભાગ ૨ પેરેલલ યુનિવર્સ ભાગ ૨

પેરેલલ યુનિવર્સ ભાગ 3

         


૧૬ જાન્યુઆરી,૨૦૧૭.રાતનાં ૧: ૨૫:૩૦ નો સમય.હિયા સમજી ગઇ કે પોતે ઘરે આવીને સુઈ ગઇ,અને જેવી એ જાગી ત્યારે એ બીજા જ યુનિવર્સમાં પહોંચી ચૂકી છે.

“તો યુનિવર્સ યુનિવર્સ વચ્ચે તારીખો પણ બદલાય છે, ત્યાં ગઇકાલે ૧૬ તારીખ હતી અને અહિયાં આજે ૧૬ તારીખ છે.કમાલ છે….”હિયા મનમાં જ વિચારતી જતી હતી ત્યાં ઉપર પોતાનાં રૂમથી દરવાજાનું હેન્ડલ ખુલવાનો અવાજ આવ્યો.

હિયા પોતાનાં રૂમ તરફ દોડી.એણે લાગ્યું કે નક્કી કાંઇક અજુગતું થયું હશે.ઉપર જઇને જોયું તો રૂમનું હેન્ડલ ખુલ્લું પણ રૂમનું બારણું બંધ હતું.

“મને સો ટકા યાદ છે કે મે આ બારણું બંધ કર્યું  અને હુ ઊંઘી પણ નથી નીચે આવીને, કે મારી દુનિયા કે આ યુનિવર્સ ફરીથી બદલાઇ જાય.”મનમાં હિયા બબડી.

હિયા દરવાજાની બહાર જ ઊભી હતી.વાતાવરણમાં જાણે તોફાન પહેલાની નીરવ શાંતિ હતી.પરંતું આ યુનિવર્સને ક્યાં ભાન  કે, એ એક અનંત મૈત્રીનું સાક્ષી બનવા જઇ રહ્યું .

હિયા હજુય દરવાજાની બહાર જ ઊભી હતી.


“હેલો,કોઈ છે અંદર ….?”હિયા.

હજુ હિયા પોતાનું વાક્ય પુરુ કરે એ પહેલા જ અંદરથી કોઇએ દરવાજો ખોલ્યો અને દરવાજો ખોલતાંની ક્ષણે જ અંદરથી ધબાક કરતો કોઈ પડછાયો સીધો જ હિયા તરફ ધસી આવ્યો અને હિયાને ધક્કો માર્યો.હિયા હજુ સામેના પડછાયાને જુવે એ પહેલા તો એ સીડીઓથી સીધી નીચે ગગડી ગઇ.

પોતે કોઈ નાજુક વ્યક્તિ સાથે અથડાયાનો ખ્યાલ આવતાં એ પડછાયો પણ સીડીઓ તરફ આવવા દોડવા લાગ્યો.

“આઇ એમ સોરી….સો..સોરી…”કોઈ છોકરાનો અવાજ જણાઈ રહ્યો હતો.એ છોકરો દોડતો દોડતો સીડી ઉતરીને હિયા પાસે આવ્યો.હિયાને હાથ દઈને ઊભી કરવાનો પ્રયત્ન કર્યો.

“બાય ધ વે,હુ આર યુ ?”હિયા.

“એક્સ કયુઝ મી….મારા ઘરે આવીને મને જ….”છોકરો બોલતાં બોલતાં આજુ બાજુ જોવા લાગ્યો.

“મને કેમ એમ લાગે છે કે આ ઘર મારૂ નથી ?”છોકરો.

હિયાએ આંખો અધ્ધર કરી અને કહ્યું,

“એકઝેટલી, કેમ કે, આ ઘર તમારુ નથી જ.હવે કહેશો ? તમે …? ક્યાંથી આવી ગયા મારા રૂમે ?”

“તમારો રૂમ ?”

“તમને હું આંટી લાગુ છું ?”

“તો તમને પણ હુ અંકલ …..”

બન્ને એક સાથે જ બંધ થઈ ગયા.હિયાએ બે ક્ષણ અટકીને પછી તરત જ ઘરનાં એક્ઝિટ ડોર સામે હાથ બતાવતાં કહ્યું,

“ઓકે,તુ જઈ શકે છે.આ તારું ઘર નથી.”હિયા.

“ઓકે,સોરી.તને વાગ્યું તો નથી ને ?”છોકરો.

“નાં, એ હુ જોઇ લઈશ બધું.નાઇસ ટુ મીટ યુ.”

“સેમ.”છોકરો.

છોકરો સમજીને જાતે જ દરવાજા તરફ ઉપડ્યો.બહાર જઇને હળવેક થી દરવાજો બંધ કર્યો.

હજી તો હાલ હિયા શાન્તિથી સોફા પર બેસી કે, એ છોકરો પાછો દરવાજો ખોલીને બે સેકન્ડ માટે આવ્યો,

“બાય ધ વે,એક વાત કહેવાની રહી ગઇ…”એ છોકરો,”માય નેમ ઇસ કેવિન,એન્ડ આઇ થિંક યુ આર હિયા,એન્ડ નોટ હિના.થેન્ક યું.”


આટલું કહીને દરવાજો બંધ થઈ ગયો.છોકરો ફટ લઇને જતો રહ્યો.હિયાને નવાઈ લાગી.કેવિન ? આ એજ કેવિન હોવો જોઈએ જેનો અવાજ સવારે બીજા યુનિવર્સમાં એને(હિયાને) કૉલેજમાં સંભળાયો હતો.વળી બન્નેનાં અવાજ પણ મળતાં આવતાં હતાં.અને એણે ક્યાંથી ખબર કે હુ હિયા છું.હિના નહીં ?

હિયા દરવાજા પાછળ દોડી.પણ દરવાજો બંધ થઈ ચુક્યો હતો.હિયાએ જઇને ફટાફટ દરવાજો ખોલ્યો.સામે કોઈ ઉભુ કે જતું દેખાઈ રહ્યું નહતું.કેવિન રહસ્યમય આવ્યો અને રાતનાં અંધારામાં રહસ્યમય જ કાંઇક ક્યાંક જતો રહ્યો.હિયાએ રાતે બહાર જવાની કોશિશ નાં કરી.

પાછી આવીને સોફા પર બેસી.વિચાર કરવા લાગી.


‘જ્યારે પોતે નીંદર લે છે ત્યારે અમુક વખતે એ ખબર નહીં કેવી રીતે પણ, બીજા યુનિવર્સમાં આવી જાય છે.અત્યાર સુધી એમ હતુ કે પોતે એકલી જ છે કે જે આ રીતે ટ્રાન્સપોર્ટ થઈ જાય છે એક યુનિવર્સમાંથી બીજા યુનિવર્સમાં. પણ આજે કેવિનને જોઈને અને એનાં શબ્દો પરથી લાગ્યું કે એ પણ મારી જેમ ભૂલો પડ્યો છે આ બધાં ચકકરોમાં.એવું લાગતું હતુ કે એ એનાં ઘરે સૂતો હતો અને જાગીને દરવાજો ખોલ્યો અને સીધો બીજી દુનિયામાં આવી ગયો હોય.અને વળી મે એને ઘરની બહાર મોકલી દીધો.આ એનાં માટેની નવી એવી પેરેલલ દુનિયામાં બિચારો ક્યાં જશે ?એને તો કદાચ ખબર પણ નહીં હોય પેરેલલ વર્લ્ડની થિયરી. ગમે તેમ હોય પણ એ એક જ છે અત્યારે કે જે મારી વાત અને મારી પરિસ્થિતિ સમજી શકે.મારે એને મળવું જ પડશે.જો હુ સુઈ જઈશ અને બીજી પેરેલલ જગ્યાની પેરેલલ હિયા બની જઈશ અને કેવિન આ જ દુનિયામાં રહી ગયો તો અમે બન્ને ક્યારેય ફરીથી મળી નહીં શકીએ.અને જો એવું બન્યુ તો હુ એની હેલ્પ ક્યારેય નહીં લઈ શકુ…..નાં…નાં…મારે આજે જાગવું જ પડશે.હુ સુઈ નાં શકુ….’

આખી રાત ચિંતા અને વિચારોનાં ચકરાવે હિયા આખી રાત જાગતી જ રહી.સવાર થઈ.૧૬ જાન્યુઆરીની હિયા સિવાય સૌ કોઈ માટેની ફ્રેશ સવાર.

હિયાએ બ્રેડ અને વધેલ બટર લીધુ.એનાં પપ્પા સાથે વાતચીત કરી.બટરનું એ પેકેટ પતી ગયું એનાં ‘માય બટર’લખેલ કાગળને ડસ્ટબિન ભેગું કર્યું અને કાગળને જોઈને એનો આભાર માનતાં હિયાએ કહ્યુ,”થેન્ક યું બટરપેપર.”

બટરનું બીજુ પેકેટ તોડ્યું.બન્ને નાસ્તો કર્યો છેલ્લે હિયા બસમાં ઉપડી કૉલેજ તરફ.ડેવિડ આ યુનિવર્સમાં પણ એની ઊંઘમાં જ હતો.પરંતું આજે હિયા કેવિન અને ઍની પરિસ્થિતિ વિશે જ વિચારતી રહી અને એમાંને એમા કૉલેજ આવી ગઇ.

હિયા ભૂલથી ડેવિડને ઉઠાડવાનું પણ આજે ભૂલી ગઇ.આજે હિયાને ઉતાવળ હતી એ અવાજ સાંભળવાની.એ અવાજ જે એણે બીજા યુનિવર્સમાં આજે ઘટનાક્રમમાં ગઇકાલે સાંભળ્યો હતો.ફટાફટ એ ત્યાં જઇને ઊભી રહી ગઈ જયાં એને અવાજ સંભળાયો હતો.

પાંચ મિનીટ… દશ મિનીટ…પરંતું હજુ સુધી કોઈ અવાજ એણે સંભળાયો હતો નહીં.

“એક્સકયૂઝ મી,ગર્લ.આર યુ હિયર ફોર સમથિંગ ?” કોઈ યંગ લેડીનો અવાજ આવ્યો.


હિયાએ બાજુમાં ઉભેલ યુવતી સામે જોયું.

“આઇ એમ સોરી.આઇ ડોન્ટ નો યુ મિસ.”હિયા.

“સોરી,આઇ એમ ડૉક્ટર.એચ.આર યું કન્ફર્ટ વિથ ગુજરાતી ?”

“હા, સ્યોર.”

“મારૂ નામ ડૉક્ટર.એચ છે.હુ ફોરેઈન યુનિવર્સીટીથી અહિયાં આવી છું.રિસર્ચ અર્થે.મને કહેશો કે અહિયાં ફિઝીકસ ડીપાર્ટમેન્ટ ક્યાં હશે ? જણાવશો ?”

“યસ.ઓકે,બ્લોક ડી.ગ્રાઉન્ડ ફ્લોર.ફિફ્થ ઓફીસ ઈન ઓફીસ સેક્શન.મને ખબર છે ત્યાં સુધી તો એજ હશે.”હિયા.

“ઓકે.મને લાગે છે કે તમારે હવે કલાસએ જવું જોઈએ.ક્લાસનો ટાઈમ થવા આવ્યો છે.તમે અહિયાં જે કારણસર ઉભા હોય એ કદાચ તમને આજે અહિયાં પ્રાપ્ય નહીં થાય.થેન્ક યું.”આટલું કહીને એ યુવતી ઓફીસ તરફ દોડતી ચાલી ગઇ.

જે કાઈ બન્યુ એ તમામ હિયાને ફરીથી અજીબ લાગ્યું.પરંતું કદાચ એને હવે ધીમે ધીમે અજીબો ગરીબ ઝીલવાની આદત પડવા લાગી હતી.એણે પ્રોફેસર ડૉક્ટર.એચ. પર ઝાઝું ધ્યાન નાં આપ્યું.

અડધા દિવસની કૉલેજ.કૉલેજ પુરી કરીને હિયા ઘરે પહોચી.દીવસ આખો શાન્તિથી જ જઇ રહ્યો હતો,ત્યારે સાંજે ઘરનો ડોર બેલ વાગ્યો.

“અત્યારે પપ્પાનાં ઘરે આવવાનો સમય છે નહીં.અને મે કોઈને ઘરે બોલાવ્યા નથી…”હિયા મનમાં જ.

એણે જઇને દરવાજો ખોલ્યો.દરવાજે કેવિન હતો.


કેવિન હિયાને જોતાં જ બોલ્યો,

“આજે બસમાં ડેવિડને જગાડ્યો કેમ નહીં ?”

હિયાને નવાઈ લાગી.

“પહેલા ઘરની અંદર આવ.પછી વાત કરીએ.”

કેવિનએ અંદર આવતાં આવતાં કહ્યું,

“તને કદાચ ખ્યાલ નહીં હોય.પરન્તુ તે ડેવિડને જગાડ્યો નહીં.એનાં લીધે એને ડ્રાઇવરે જગાડવો પડ્યો.ડ્રાઇવરની ૦.૦૦૩ કિલો કેલરી એમાં વેસ્ટ થઈ.અને કદાચ તને ખબર નહીં હોય કે જો એ ડ્રાઇવરની એ ૦.૦૦૩કિલો કેલરી બચી ગઇ હોત તો હુ તને કૉલેજમાં જ મળી શક્યો હોત અને મારી ૧૮૯.૯ કિલો કેલરી બચી જાત.આ બચેલી કેલરી હુ વાપરી શકત તને લાસ્ટ યુનિવર્સમાં બચાવવા માટે મળવા માટે અને જો તુ ત્યાં બચી ગઇ હોત મળી ગઇ હોત તો……..”એકશ્વાસે કેવિન બોલતો જ જતો હતો.

“તો….?” હિયા એની આખી સ્પીચથી દંગ રહી ગઇ હતી.

“તો તું અને હુ અત્યારે આ યુનિવર્સમાં હોત જ નહીં.”

“થેન્ક યું.પણ હવે સમજાવીશ આખી વાતનો મતલબ ?”

“સ્યોર.પણ એ પહેલા બીજો કોઈ સવાલ?”

“હા, તુ છે કોણ ?”

(ક્રમશઃ)

Next part coming soon

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for your Valuable Time

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

લેઉવા પાટીદાર લીગનું ઉદઘાટન

આદર્શ ગામ: નવી વાસણી