પેરેલલ યુનિવર્સ ભાગ ૧


                                        પેરેલલ યુનિવર્સ
                                        (સમાંતરીક વિશ્વ)


                        મુંબઇ થી દિલ્લી ની ટ્રેન , ટ્રેન ની ઍક મુસાફર , હિયા . હિયા સોળ વર્ષની છોકરી હતી , જે એનાં પપ્પાને મળવા દિલ્લી જઇ રહી હતી. દિલ્લીમાં એનાં પપ્પા સરકારી નોકરી કરતા હતાં.
                         મુંબઇ થી રાત્રે  સાડા દશે ટ્રેન ઉપડી , હજુ દિલ્લી આવવામાં ઘણી વાર લાગશે , એટ્લે હિયા ચાલુ ટ્રેનમાં પોતાનો બધો સામાન લોક કરીને ચાવી ખિસ્સા માં મુકી ને સુઈ ગઈ. આશરે સોળ કલાક નું ટ્રાવેલિંગ હતુ.
                          સાડા ત્રણે એ દિલ્લીનાં પ્લેટફોર્મ પર ઉતરી , એનાં પપ્પા એને લેવા આવવાનાં હતાં , બધી વાત થઈ ચૂકી હતી . એને પ્લેટફોર્મ પર ચારેય તરફ જોયું , એનાં પપ્પા ક્યાંય દેખાતા નહતા.
                           એનાં પપ્પાને ફોન લગાવ્યો ,
"હેલો , પપ્પા , કેટલે રહયા , હુ સ્ટેશને આવી ગયી "
"હેલો , કોણ બોલો છો તમે?" સામેથી કોઈ નવયુવાન જેવો જ અવાજ આવ્યો.
                           હિયા ને થયુ કે , પપ્પા ઓફીસ જતા રહ્યાં લાગે છે , પણ એમને લેવા આવવાનું પ્રોમિસ કર્યું હતુ ,
"ઓકે , મારા પપ્પા , રાજેન્દ્રભાઈ ને આપો ને , હુ...." હિયા એ નામ દેવાનું ટાળ્યું.
"જી , સોરી  , પણ નંબર લખવામાં તમારી ભુલ થાય છે , હુ  ગજેન્દ્ર બોલું છું , રાજકોટ થી ."
                             હિયા એ ફોનની સ્ક્રીન જોઇ , 'પપ્પા'  જ લખેલું હતુ , અને પપ્પાને જ ફોન લગાવેલ હતો.
"આ નંબર મારા પપ્પાનો છે , છેલ્લા બે એક વરસો થી " હિયા.
"સોરી પણ , આ સિમ મારુ છે , છેલ્લા છ વરસ થી હુ આ વાપરું છું"

                          હિયા ને નવાઈ લાગી , એનાં પપ્પાનું સિમ કાર્ડ જેનાં પર એને અત્યાર સુધી વાતો થતી હતી , એ કેવી રીતે છ વરસ થી બીજા કોઈ જોડે હોઇ શકે ?
                          હિયા એ ઓટો કરી અને એનાં પપ્પાની ઑફિસે ગઇ , એનાં પપ્પાની કેબિન આગળ ગઇ , જઇને જોયું તો કેબીન ઉપર 'મી. આર. એમ. ખાન '  નું બોર્ડ લગાવેલું હતુ.
"સર , બે જ મિનીટ" હિયા એ ત્યાંના ઍક વર્કર ને બોલાવવા કીધું.
                          એ ભાઈ આવ્યાં ,
" જી આ કેબીન જેમની હતી એ રાજેન્દ્ર ભાઈ પટેલ ની કેબીન હવે ક્યા હશે?" હિયાએ પુછ્યું.
"જી , આ કેબીન છેલ્લાં ચાર વર્ષ થી મીસ્ટર ખાન ની જ છે , ઍક કામ કરો , મેનેજર સાહેબ ને પૂછી જુઓ"
"મેનેજર સાહેબ.....? હિયા એ પુછ્યું.
"એ પાંચ વાગ્યે આવશે"
                          હિયા પાંચ વાગ્યા સુધી ત્યાં બેસી રહી , પાંચ વાગ્યે મીસ્ટર ખાન , મેનેજર આવ્યાં.
"આપ યહાઁ કે મેનેજર હો ?" હિયા.
"હા , ક્યુ?"
"મેરે પાપા યહાઁ કે મેનેજર થે , આપ કૈસે યહાઁ કે મેનેજર હો ગયે?"
"આપકે પાપા કા નામ?"
"રાજેન્દ્ર ભાઈ પટેલ "
"ઓહ , મીસ્ટર પટેલ , વો તો પ્રોડકશન ડિપાર્ટમેન્ટ કે હેડ હે , આપ ઉનકી બેટી હો?"
"પ્રોડકશન ?  વો ઇસી ડીપાર્ટમેન્ટ મે થે"
"આપકો કોઈ ગલતફેહમી હુઈ હે , મે આપકો ઉનકી કેબીન તક લે જાતા હુ "
                           મીસ્ટર ખાન એ પ્રોડકશન સ્ટાફ ની લિસ્ટ માં હિયા નાં પપ્પા નું નામ અને જોઈન થયાં ની તારીખ બતાવી , પછી મીસ્ટર ખાન એને રાજેન્દ્ર ભાઈ પટેલ ની કેબીન સુધી લઇ ગયા .
                           ઍક તો પપ્પા પોતાને લેવા સ્ટેશનએ આવ્યાં નહીં , અને બધાને એમને ખોટું કહ્યુ કે , એ મેનેજર છે.
                          કેબીનમાં દાખલ થઈ , કોઈ હાજર નહતું , એ બેસી રહી.
                          થોડી વારમાં એનાં પપ્પા આવ્યા ,
"અરે , હિના , તુ આવવાની હોય તો જણાવી દેવાય ને ઍક વાર , તને લેવા આવી જાત હુ" આવતાં ની સાથે હિયા નાં પપ્પા એ કીધું.
                          હિયા ને તો આંચકો લાગ્યો , એને થયુ કે આ બધુ શુ થઈ રહ્યુ છે પોતાની સાથે ,
"તમે પ્રોડકશન વિભાગ માં ક્યારથી છો ?"  હિયા એ સિરિયસ બની પુછ્યું.
"હુ કંપની માં જોઈન થયો ત્યાર થી આ પ્રોડક્શન વિભાગ માં જ છું હિના , મે ક્યારે કીધું કે હુ બીજા કોઈ વિભાગ મા છું"
"હીના? , મારૂ નામ હિયા છે ડેડ , હીના કહો છો તમે" હિયા એ ચીડાઈને કીધું.
"ડેડ ? , તુ હીના જ છે કે ? , અને અમે જ તારું નામ હિના રાખ્યું હતુ , તારું નામ હીના જ છે"
                          હિયા ને થોડુ અજુગતું લાગ્યું , ખબર નહીં સવાર થી આ બધુ શુ થઈ રહ્યુ હતુ. આ બાજુ હિના નાં પપ્પાને પણ હિયા માં એટલું જ આશ્ચર્યજનક લાગ્યું , હિયા નું અજીબ વર્તન જોઇ ને . હિના હંમેશા પપ્પા કહીને જ બોલાવતી હતી , કદીય ડેડ કહ્યુ નહતું હિના એ.
                              હિયા એનાં પપ્પા સાથે ઘરે ગઇ , બધુ બરાબર હતુ , એની મમ્મી નો ફોટો , એની દરેક વસ્તુઓ ,એની બીજી તમામ  બાબતો , એનાં પપ્પાને લગતી તમામ બાબતો સરખી જ હતી , માત્ર નામ સિવાય બધુ જ બરાબર હતુ .
                          એમના આજુ બાજુ ના પાડોશીઓ પણ એને હિના જ કહેતાં જ હતાં .
                            હિયા ને દિલ્લીનો ઍક મિત્ર યાદ હતો , જીમિત . જીમિત પેહલા એનો બીજો  દોસ્ત હતો , રવી. રવી અને હીયા છેલ્લાં થોડા સમયથી ઍક બીજા થી બોલતા નહતા, એટ્લે રવી પછી હિયાનાં જીવનમાં જીમિત આવેલો .          
                          મિત્રો આવેલા , એમને હિયા એ પુછ્યું ,
"જીમિત ક્યા ગયો , એ કેમ ના આવ્યો?"
"જીમિત ? એ વળી કોણ?" એની બધી ફ્રેન્ડ્સએ કીધું.
    
                      હિયાને ફરી ચર્ચા નહતું બનવું , એને સ્વીકારી લીધુ ," કાંઇ નહીં , ભુલ મા જ નામ લેવાઈ ગયું"
                          એટલા માં જ રવી આવ્યો,
"આવ , રવી "
"રવી ? આને કોણે બોલાવ્યો છે?" હિયાએ  થોડા કટાક્ષ મા જ કીધું.
                          રવીને થોડુ અજીબ લાગ્યું , હીના તો પોતાને આ રીતે કદીય બોલાવતી નહીં .
"મને બોલાવવાની જરુર નથી , હુ હંમેશ તમારી સાથે જ છું" રવી એ ઉત્સાહ થી કીધું , રવી અને પોતે તો ક્યારના ય બોલતાં નથી ઍક બીજા ને , અને રવી સામે આવીને વાત કરે એવું શકય જ નહતું. જીમિત ને કોઈ ઓળખતું નહતુ કે જે પોતાનો મિત્ર હતો . અને જે મિત્ર ને એ બહુ પેહલા જ ગુમાવી ચૂકેલી એ આપ મેળે જ પાછો આવી ગયેલો , જાણે કે બન્ને વચ્ચે કાઈ અબોલા જેવું થયુ જ ના હોય.
                          હિયાને લાગ્યું કે , જરુર પોતાને કાંઇ થઈ ગયું છે , પોતે બાયોલોજી ની સ્ટુડન્ટ હતી , એને લાગ્યું કે પોતાની માનસિક સ્થિતી બરાબર નથી જણાતી , એ બધુ ભૂલી રહી છે , અને ભુલાઈ ગયેલ વસ્તુઓનું સ્થાન કલ્પનાઓ એ લઈ લીધુ છે.
                          એને બીજા દિવસે જાણીતા ડૉક્ટર ને બતાવ્યું , સ્કેન કરાવ્યું , બધા રિપોર્ટ્સ નોર્મલ જ આવ્યાં.
                          એની જોડે દિવસમાં બનતી મોટા ભાગ ની  ઘટનાઓ સામાન્ય રેહતી , પણ અમુક ઘટનાઓ ખરેખર અજીબ બનતી , પોતે આ બધુ સમજવું મગજ બહાર લાગતું હતુ.
                          બધાં રિપોર્ટ્સ નોર્મલ હોવાં છતાંય એને મનોચિકિત્સક ની સલાહ લીધી., પણ કાંઇ પરિણામ મળ્યું નહીં.
                          આશરે ત્રણેક વર્ષ વીતી ગયા , હિયા હીના નામ સાથે જ કૉલેજ મા આવી ગઇ , ઍક દીવસ એને ઍક બુક વાંચી , જાણીતા વૈજ્ઞાનિકએ એ બુક માં પોતાની થિયરીઓ રજુ કરી હતી , એમા એ વૈજ્ઞાનિકે પેરેલલ યુનિવર્સની થિયરી પણ રજુ કરી હતી.
                          એમની થિયરી મુજબ , આપણે જેવી પૃથ્વી , યુનિવર્સ(દુનિયા) માં રહીએ છી એ , જે સમયમાં જીવીએ છીએ , એવું ને એવું યુનિવર્સ , એવા ને એવા લોકો પણ બીજા યુનિવર્સ માં , બીજા સમયે અસ્તિત્વ ધરાવે છે , કેટલાંક લોકો જાણે અજાણ્યે એમની દુનિયા માંથી બીજી દુનિયામાં જઇ પહોચે છે , જ્યારે બન્ને દુનિયાનો વચ્ચે ઉર્જા નું અસંતુલન પેદા થઈ ઉઠે ત્યારે એ ઉર્જા નાં સંતુલન માટે બન્ને દુનિયા ના વ્યક્તિઓ ટ્રાન્સફર થઈ જાય છે ઍક બીજા ની દુનિયા માં.
                            બન્ને વ્યક્તિઓનું જીવન , જીવન દ્રશ્યો અને જીવન ને લાગતી તમામ બાબતો મોટા ભાગે સમાન જ હોય છે , જેથી સામાન્ય રીતે પેરેલલ યુનિવર્સ નું અસ્તિત્વ જાણવું મુશ્કેલ થઈ પડે છે ,અને સામાન્ય વ્યક્તિ ની સમજ બહારનું થઈ પડે છે

                           હિયા ને થઈ પડ્યું કે , પોતે પણ પોતાની દુનિયાની હિયા જ છે , જે આ દુનિયાની હિના સાથે બદલાઇ ગઇ છે , આ દુનિયા પોતાની નથી , પોતે આ દુનિયા મા ફસાઈ ગઇ છે.
                          હિયા એ થોડા બીજા પ્રયત્નો કર્યા , અને પેરેલલ યુનિવર્સ ની માહિતીઓ એકત્રિત કરી , ભૂતકાળ મા પણ દુનિયામાં કેટલાંક છુપા કિસ્સાઓ બની ચૂકેલા જણાયા કે જેને માત્ર થિયરી ઓફ પેરેલલ યુનિવર્સ જ સમજાવી શકતું હતુ.


લેખન : ધવલ એ પટેલ ૯૬૬૨૬૮૮૩૨૧ વોટ્સએપ નમ્બર
TO BE CONTUNUE.....STAY TUNED FOR NEXT PART
બીજા ભાગને વાંચવા માટે સમ્પર્કમાં રહો.

વાંચો એક મજાની લવ સ્ટોરી જે વાંચીને તમે જ નક્કી કરો કે આ સ્ટોરી લવ સ્ટોરી છે કે અરેન્જ મેરિજની સ્ટોરી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

લેઉવા પાટીદાર લીગનું ઉદઘાટન

આદર્શ ગામ: નવી વાસણી

પેરેલેલ યુનિવર્સ ભાગ ૩