ફૂલીબા : એકસો છ વર્ષનું વ્યક્તિત્વ
ફૂલીબા |
મનુષ્ય શરીરનું આયુષ્ય કેટલું ? સરેરાશ કહીએ તો પાંસઠથી સિત્તેર વર્ષ. ઘણા ઓછા લોકો જોવા મળે છે આજ કાલ કે જેઓ એંશી થી નેવું વર્ષનું આયુષ્ય માણી શકે છે. એવામાં વાત જો આયુષ્ય માણવાની જ થતી હોય તો નવી વાસણીનાં પટેલ કુટુંબના ફૂલીબાનું નામ કેમનું ભુલાય. ફૂલીબા એટલે સદી વટાવીને પણ ઉપર છ થી સાત વર્ષ સુધી અડીખમ રહેનાર વ્યક્તિત્વ. હા, અડીખમ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ, પોતાના આંગણે પોતાનાં છોકરાનાં છોકરાનાં સંતાનોનાં લગ્ન પ્રસંગો જોવાનું કિસ્મત બાકી ક્યાં દરેકની કુંડળીએ લખાયું હોય છે. ચાર પેઢીઓને એક સાથે જોવાનો લ્હાવો બહુ ઓછા કુટુંબોને ભાગ્યે પ્રાપ્ત થતો હોય છે.
ફૂલીબા એટલે 2018 સુધીના ગામનાં સૌથી મોટી ઉંમરના વ્યક્તિ. એટલું આયુષ્ય ગામમાં અને આજુબાજુના ગામનાં કોઈ વ્યક્તિએ નિહાળ્યું હોવાનું અત્યાર સુધી રેકોર્ડમાં નથી. ફૂલીબાએ અંગ્રેજોના રાજ પણ જોયા, આઝાદીની લડાઈઓ પણ આંખે દેખી અને આઝાદી પછીનું વિકસતું ભારત પણ જોયું. ભારતની બદલતી તાસીર નીહાળી, પ્રગતિના પંથકો જોયા, ક્રાંતિઓ, આંદોલનો અને ઘણું મોડર્ન ભારત પણ જીવ્યું.
સો વર્ષની આયુ વિતાવ્યા બાદ પણ જાતે ટેકા વગર હરી ફરી શકતા ફૂલીબાને જોઈને એમનું સાદું અને ગુણકારી જીવન જ યાદ આવી જાય. બાકી કોઈ પણ જાતનાં રોગ કે દવા વિના સદી પુરી કરવાની તાકાત આજકાલના મેડિકલ યુગમાં ક્યાં સંભવિત છે. સાદું અને ઉચ્ચ જીવનએ જ એમનો જીવનમંત્ર હતો જે એમને 106 વર્ષ જીવીને સાર્થક કરી બતાવ્યો. 106 વર્ષની ઉંમરે પણ તેઓ પોતાનું બધું કામ જાતે કરી શકતા. પોતાની જાતે જમવાનું બનાઈ શકતા અને સામાન્ય ભોજન આરામથી ખાઈ પણ શકતા.
બે ત્રણ વર્ષમાં માણસ શૂન્ય માંથી બોલતા શીખી જાય છે, ચાલતા દોડતા શીખી જાય છે. દસ વર્ષે સ્કૂલમાં જઈને લખતા વાંચતા શીખી જાય છે, ભણતર પૂરું કરીને પચીસ ત્રીસએ જીવન સંસાર ચલાવતા શીખી જાય છે. એ જ રીતે સદી વટાવનાર ફૂલીબા એટલે પોતાના જીવનનાં પારિવારિક, સામાજિક, વ્યવહારિક અને જુદા જુદા ક્ષેત્રે ઘણો વિસ્તૃત અને ઊંડા અનુભવ કરનાર વ્યક્તિ. એમનાં જીવનનાં બહોળા અનુભવ અને નિર્ણય શક્તિનો ફાયદો એ સૌને જીવનભર આપતા રહ્યા.
એકસો છ વર્ષની ઉંમરે, 11 જૂન 2018 ની રાતે, સૌ પરિવારને જોડતીએ સુવર્ણ અને મહત્વની કળીએ સૌ સાંકળને અલવિદા કહેવાનું નક્કી કર્યું અને ભગવાને આગળનું જીવન જીવવા અને આટલા લાંબા આયખાની અવનવી અને અનુભવની વાતો સંભળાવવાવવા પોતાની પાસે બોલાવ્યા.
પોતાના જીવનકાળ દરમિયાન એમને ઘણા ઉતાર ચડાવ જોયાં અને દરેકમાંથી કંઈકને કઈક શીખ્યા અને પોતાના કુટુંબી જનોને શીખવાડતા ગયા. આજે એમનાં વંશનાં તમામ પોતાનાં ક્ષેત્રે આગળ ને આગળ છે જે એમના આશીર્વાદ અને એમને વારસામાં આપેલા જ્ઞાન અને કુશળતાનું જ પરિણામ છે.
ફૂલીબાને શ્રદ્ધાંજલિ આપતો કુટુંબનો સૌથી નાનો સભ્ય, કેવિન. |
ભગવાન એમની દ્રિતીય વાર્ષિક શ્રદ્ધાંજલિ પર સૌને સુખ પ્રદાન કરે.
જવાબ આપોકાઢી નાખો