ટ્રેકટરમાં ડીઝલનો વપરાશ કેવી રીતે ઓછો કરી શકાય.
તમે તમારા ટ્રેકટરને બરાબર જાણો છો ? સંશોધનો મુજબ, દરકાર રાખ્યા વગર ટ્રેકટર વાપરવાથી તે ૨૫ ટકા જેટલું વધારે ડીઝલ બાળી શકે છે.
તમારા ટ્રેકટરની ડીઝલની ખપતને યોગ્ય દરકાર રાખીને કેવી રીતે ઓછી કરી શકાય ? ગવર્મેન્ટ અને સામાન્ય સુઝ્બુજ થકી નીચેના સામાન્ય મુદ્દાઓ થાકી ડીઝલની ખપત ઘટાડી શકાય છે.
૧. ખેતર ખેડતી વખતે કેવી રીતે ટ્રેકટર દોડાવું છે તે યોગ્ય પ્લાન કરો જેથી ઓછામાં ઓછા વળાંકોથી ખેતર ખેડી શકાય. વળાંકોમાં ટ્રેક્ટર વધુ ડીઝલ ખાય છે.
ખેડવાની યોગ્ય પદ્ધતિ |
૨. ડીઝલ ટેંક લીક થતી હોય તો ચેક કરતા રહો. ચોક્કસ સમયાન્તરે એ બાબતે ચેક કરતા રહો. ડીઝલ ટેંક સિવાય ફયુલ ટેંકનાં જોઈન્ટ, ફયુલ પંપ, ફયુલ ઈન્જેકટર અને ફયુલ લાઈનો ચેક કરતા રહો.
રોજ આમાંથી ક્યાય પણ લીક થતું હશે તો, વર્ષ અંતે ઘણું ડીઝલ લીક થઇ જશે.
ફયુલ ઈન્જેકટર |
ટ્રેકટરની બેટરી, અલ્ટરનેટર અને સેલ્ફ સ્ટાર્ટરને ફર્સ્ટ ક્લાસ કંડીશનમાં રાખો.
૪. હમેશા યોગ્ય ગીયરમાં જ ચલાવાનો આગ્રહ રાખો. ખોટા ગિયરમાં ચલાવવાથી ૩૦ ટકા વધુ ડીઝલ બળી શકે છે અને ટ્રેકટર એની ક્ષમતા કરતા અડધું આઉટપુટ આપે છે.
૫. યાદ રાખો કે વધારે પડતો ધુમાડો નીકળે ટ્રેકટરમાંથી, તો તે ઓવરલોડ દર્શાવે છે. આ ઉપરાંત વધારે પડતો ધુમાડો ડીઝલનું વધારે વપરાશ સૂચવે છે.
વધારે પડતો ધુમાડો |
જો વધારે પડતો ધુમાડો નીકળવાનું કાયમી હોય, તો ગેરેજમાં લઇ જઈને નોઝ્લ્સ ચેક કરાવો અને ફયુલ ઈન્જેકટર ચેક કરાવો. જો ફયુલ ઈન્જેકટર વધુ ફયુલ નાખતું હશે એન્જીનમાં, તો ધુમાડો પણ વધુ નીકળશે અને ડીઝલ પણ વધુ બળશે.
યોગ્ય સમયાન્તરે વ્યવસ્થિત ગેરેજમાં રૂબરૂ જઈને સર્વિસ કરાવો.
૬. એન્જીનને કામ કરવા માટે ડીઝલ ઉપરાંત હવા (એર) ની પણ જરૂર હોય છે જે એ વાતાવરણમાંથી લઈને ફિલ્ટર કરીને લે છે. જો ટ્રેકટર ધૂળ ભરેલા વાતાવરણમાં વધુ સમય રહેશે, તો એના ફિલ્ટર યુનિટમાં ધૂળ ભરાઈ શકે છે, જેના લીધે વાતાવરણમાંથી ટ્રેકટરએ લીધેલી હવા શુદ્ધ થઇ શકતી નથી અને તે ડીઝલને પૂરી રીતે બાળવામાં અવરોધ રૂપ થાય છે તથા છેલ્લે ડીઝલ ધુમાડા રૂપે નોઝલમાંથી વ્યય પામશે. આ ઉપરાંત અશુદ્ધ હવા એન્જીનનાં ભાગોની ઘસારાની ક્રિયા પણ ઝડપી બનાવશે.
એટલે, એર ફિલ્ટર સરખી રીતે યોગ્ય સમયે સમયે સાફ કરતા રહો અને ફયુલ ફિલ્ટર યોગ્ય સમયે બદલતા રહો.
એર ફિલ્ટર |
૭. ટ્રેકટરના વ્હીલ્સને સ્લીપ થતા અટકાવો. સ્લીપ દરમિયાન ફરતા વ્હીલ્સ એ ઉર્જા એટલે કે ડીઝલનો વ્યય જ છે.
૮. ટ્રેકટરના ટાયરને યોગ્ય સમયે બદલતા રહો. ઘસાઈ ગયેલા ટાયર ટ્રેકટરની ખેંચવાની ક્ષમતા ઘટાડે છે.
નવા ટાયરને લગાવતી વખતે વ્હીલ અલાઈનમેન્ટ અને લોડ મુજબ ટાયરનું પ્રેશર એ ટ્રેક્ટરની મેન્યુઅલમાં દર્શાવ્યા મુજબ રાખો.
૯. તમારા ટ્રેક્ટરને બરાબર જાણો. એની મેન્યુઅલનો ઉપયોગ કરો. નાં ખબર પડે તો ગેરેજ વાળાને કે ડીલરને પૂછો.
માહિતી એકત્રીકરણ : ધવલ એ. પટેલ.
ઉપયોગકારી માહિતી
જવાબ આપોકાઢી નાખો