પેરેલેલ યુનિવર્સ ભાગ ૩
વાંચો પેરેલલ યુનિવર્સ ભાગ 1 પેરેલલ યુનિવર્સ ભાગ 1 વાંચો પેરેલલ યુનિવર્સ ભાગ ૨ પેરેલલ યુનિવર્સ ભાગ ૨ પેરેલલ યુનિવર્સ ભાગ 3 ૧૬ જાન્યુઆરી,૨૦૧૭.રાતનાં ૧: ૨૫:૩૦ નો સમય.હિયા સમજી ગઇ કે પોતે ઘરે આવીને સુઈ ગઇ,અને જેવી એ જાગી ત્યારે એ બીજા જ યુનિવર્સમાં પહોંચી ચૂકી છે. “તો યુનિવર્સ યુનિવર્સ વચ્ચે તારીખો પણ બદલાય છે, ત્યાં ગઇકાલે ૧૬ તારીખ હતી અને અહિયાં આજે ૧૬ તારીખ છે.કમાલ છે….”હિયા મનમાં જ વિચારતી જતી હતી ત્યાં ઉપર પોતાનાં રૂમથી દરવાજાનું હેન્ડલ ખુલવાનો અવાજ આવ્યો. હિયા પોતાનાં રૂમ તરફ દોડી.એણે લાગ્યું કે નક્કી કાંઇક અજુગતું થયું હશે.ઉપર જઇને જોયું તો રૂમનું હેન્ડલ ખુલ્લું પણ રૂમનું બારણું બંધ હતું. “મને સો ટકા યાદ છે કે મે આ બારણું બંધ કર્યું અને હુ ઊંઘી પણ નથી નીચે આવીને, કે મારી દુનિયા કે આ યુનિવર્સ ફરીથી બદલાઇ જાય.”મનમાં હિયા બબડી. હિયા દરવાજાની બહાર જ ઊભી હતી.વાતાવરણમાં જાણે તોફાન પહેલાની નીરવ શાંતિ હતી.પરંતું આ યુનિવર્સને ક્યાં ભાન કે, એ એક અનંત મૈત્રીનું સાક્ષી બનવા જઇ રહ્યું . હિયા હજુય દરવાજાની બહાર જ ઊભી હ...