પેરેલલ યુનિવર્સ ભાગ ૨
1. પેરેલલ યુનિવર્સ
:2
હિયા ને વિશ્વાસ
બેસી ગયો કે પોતે , બીજી દુનિયાથી અહી આવી પહોચી છે, પણ હજુય એનાં મન માં સવાલ હતો
કે , કેવી રીતે ? એનાં જીવન માં બધુ જ તો નોર્મલ ચાલતું હતુ , એ એની જીંદગી , એનાં
દોસ્તો , અને એની દુનિયા.
" જે કાંઇ
થયુ , એનું મૂળ ક્યાંક તો છુપાયેલું હશે જ , મારે એને શોધી કાઢવું જોઇ એ" હિયા
ને મનમાં ઘણીયે વાર આ વિચાર આવતો હતો , એ બુક વાંચ્યાં પછી એ ઘરે આવી.
ઘરે આવીને ચેનથી
સુઈ ગઇ..
16 જાન્યુઆરી 2017
, એટ્લે કે બીજા દિવસે સવારે એ હિના નાં પપ્પાને મળી , બન્ને બ્રેડ બટર ખાઇ રહ્યાં
હતાં , બટર નું છેલ્લું પેકેટ તોડીને લઇને હિયા ડાઇનિંગ ટેબલ પર આવી.
"ઍક વાત પૂછવી હતી" હિયા એ બ્રેડ પર બટર લગાવતા કીધું.
"એમા પૂછવાનું શુ હોય ?
પૂછી નાખ" પપ્પાએ કીધું.
" ડેડ , તમે આ મોબાઇલ નંબર ક્યારથી વાપરો છો?" હિયા એ
પુછ્યું.
"ડેડ નહીં , પપ્પા કહો , મને ડેડ સાંભળવાની આદત નથી
"
"હા , પપ્પા ! બસ " હિયા એ હીના ની જેમ કહ્યુ.
"આશરે સાતેક વર્ષ થી મારા જોડે આજ ફોન અને આ જ સિમ છે"
"જ્યારે હુ એકલી ટ્રેન માં બેસીને તમારી જોડે દિલ્લી આવી ગઇ
હતી , ત્યારે તમને ખરેખર ખબર નહતી કે હુ આવવાની છું કે પછી ઢોંગ કરતાં હતાં
?"
"શુ ? તુ ટ્રેન મા આવી હતી ? તારું ઠેકાણે તો છે ? "
પપ્પા એ જરાક વધારે જ રીએક્ટ કરી દીધું.
"કેમ ? શુ થયુ?"
"તારી ટીકીટ બુક કરાવનાર અંકલને મે જ કહ્યુ હતુ , અને તુ ટ્રેનમાં
નહીં , પ્લેન માં આવી હતી હિના " હીના નાં પપ્પા એ હિયાને કીધું.
"સોરી , હુ જ ભૂલી ગઇ કે હુ પ્લેન માં આવી હતી" હિયા
એ તરત જ કબૂલી લીધુ.
નાસ્તો પતાવીને
તરત જ એ પોતાના રૂમમાં ગઇ , એનાં સુવાના પલંગ ની ચાદર વગેરે નો રંગ બદલાઇ ચુકેલો હતો
, જ્યારે એ ગઇકાલે આવીને ઊંઘી , ત્યારે ચાદર ગુલાબી , ઓશિકા સફેદ , પડદો ભૂરો અને સોફા
લીલા હતાં , અને અત્યારે ચાદર શ્વેત , ઓશિકા ભૂરા , પડદો ગુલાબી અને સોફા કથ્થાઈ રંગ
ના હતાં.
હિયા ને સમજાઈ
ગયું કે , એ પાછી બીજી દુનિયામાં આવી ચૂકી છે , એને થયુ કે હોઇ શકે કે એ પોતાની જ દુનિયામાં
પાછી આવી ચૂકી હોય. એને આનંદ થયો , ખુશી ના મારે એ જૂમવા લાગી , આનંદ નો છોર રહ્યો
નહીં , પોતે પોતાની દુનિયા મા પાછી આવી ગઈ હતી. એને પોતાના અસલી ઘર ના અસલી સોફા નો
અસલી કથ્થાઈ રંગ , અસલી ઓશિકાનો અસલી ભૂરો રંગ જોઈને ઝુમી ઉઠી. એ બે ઘડી એનાં જીવન
ની સૌથી યાદગાર ક્ષણ બની રહી , એની પાસે એવો આનંદ હતો કે જેની વિશે એ કોઈ ને કહી પણ
શકતી નહતી , જો એ લોકોને જણાવે તો લોકો એને જ પાગલ માની બેસે.
પણ એની એ
ખુશી ઝાઝી ટકી નહીં , એની બધી ખુશી ભાંગી ઉઠી જ્યારે અવાજ આવ્યો કે ,
"હીના બેટા , કૉલેજ ની બસ આવી છે"
"ઓકે ડેડ "
"ડેડ નહીં , પપ્પા " પપ્પા નો અવાજ આવ્યો.
અવાજ સાંભળતા
જ હિયાને ખ્યાલ આવ્યો કે , એનાં પપ્પા ને ડેડ કેહડાવવામાં કાંઇ જ વાંધો નહતો , ઉલટાનું
હિયા એમને પપ્પા કહે એ એમને પસંદ નહતું.
"ઇટ્સ નોટ માય વર્લ્ડ " મનમાં જ હિયા એ વિચાર્યું.
બસમાં બેસી ને
જતા જતા એને કડીઓ જોડવાનું શરુ કર્યું. અત્યાર સુધીની બધી ઘટનાઓ પહેલેથી વિચારી જોઇ
.
બધુ જ નોર્મલ ચાલતું
હતુ , પોતે ટ્રેન માં આવી , અને દિલ્લી આવતા જ બધુ બદલાઇ ગયું , કૉલેજ ગઇ , બુક વાંચી
, ઘરે આવી ,અને સવારે બધુ બદલાઇ ગયું , બન્ને માં ઍક સરખું ઍક જ વસ્તુ બની , કે પોતે
બીજી દુનિયામાં આવી ગઇ બન્ને વખતે . પેહલી વખત માં પોતાની દુનિયાથી બીજી દુનિયા માં
, અને બીજી વખતે બીજી દુનિયા માંથી ત્રીજી જ દુનિયા માં.
હિયા વિચારતી
જ હતી , ત્યાં એની સામે એને એનાં ક્લાસનાં છોકરાં , ડેવિડ ને ઊંઘતો જોયો .
"કમાલ છે , અહિ મારી આખી દુનિયા બદલાઇ ગઈ છે , અને આ ઊંઘે
છે , ભગવાન કરે અને આની પણ દુનિયા પરિવર્તન થઈ જાય" હિયા એ મનમાં જ વિચાર્યું.
બે મિનીટ થઈ
, હજુ ડેવિડ સૂતો જ હતો , હિયા ને એની સામે જોઇ ને જ ઈર્ષ્યા આવવા લાગી.
કૉલેજ આવવા આવી , ડેવિડ નાં નસકોરાં જ બોલતાં હતાં , હિયા એ
જઇને ડેવિડ ને જગાડ્યો ,
ઉઠતા ની વેંત જ
ડેવિડ બબડવા લાગ્યો,
"હુ ક્યા છું , તમે કયાથી ......?" અને હિયા સામે તાકી
રહ્યો. હિયા પણ એટલાજ આશ્ચર્ય થી એને તાકી રહી.
"સોરી , હિના , હુ ઉંઘ માં જ હતો " આંખ સાફ કરીને ડેવિડ
બોલ્યો.
"ઇટ્સ ઓકે " હિયા એ કેહવા ખાતર કહ્યુ.
"એવું રીએક્ટ કરે છે કે જાણે ઉંઘ માંથી ઉઠતા જ એની દુનિયા
બદલાઇ ગઇ હોય , નખરા કરે છે "હિયા નાં મનમાં આવુ ચાલી રહ્યુ હતુ , ત્યાં જ હિયા
ને લાઈટ થઈ .
હિયા ની સાથે
બનેલા બન્ને પેરેલલ યુનિવર્સ નાં કિસ્સા માં ઍક જ વસ્તુ કોમન હતી , અને એ હતી ઉંઘ
. ટ્રેન માં આવતાં પેહલા એનાં પપ્પાનો એ જ નંબર હતો કે જે હિયા નાં ફોન માં હતો , ટ્રેન
માં એ સુઈ ગઇ , અને ઉતરી ત્યારે એ હિના ની દુનિયા માં પહોચી ચૂકેલી , બીજી વખતે પણ
રાત્રે એ સુઈ ગઇ , અને સવારે દુનિયા બદલાઇ ગઇ. બન્ને કિસ્સા માં સામાન્ય માધ્યમ હતુ
,ઉંઘ . પોતે સુઈ જતી ત્યારે જ એની દુનિયા માંથી બીજી અને
બીજી થી ત્રીજી દુનિયા માં આવી ગઈ હતી.
એ ઉતરી અને
કૉલેજ પહોચી ,
"હિયા ...."
હિયા ને ક્યાંક થી અવાજ સંભળાયો .
હિયા ને નવાઈ લાગી , આ દુનિયા માં બધાં એને હિના જ કહેતાં હતાં
.
"કોણ?" હિયા એ ધીમા અવાજે કહ્યુ.
"કેવિન ફ્રોમ યોર......." અને અવાજ આવતો બન્ધ થઈ ગયો.
"કેવિન ફ્રોમ વોટ ?" હિયા એ ઉચ્ચાર કર્યો.
પણ અવાજ આવતો બન્ધ
થઈ ચુક્યો હતો. હિયા ને નવાઈ લાગી , એને આ નામ 'કેવિન ' પેહલી જ સાંભળ્યું હતુ , આ
અવાજ પણ એને પ પેહલી જ વાર સાંભળ્યો હતો.
કૉલેજ પતાવીને
એ ઘરે પહોચી , પપ્પા ઓફીસ નાં કામે થી બહાર જ હતાં. આવીને પોતાની પાસે હંમેશા રેહતી
ચાવીથી ઘરનું લોક ખોલ્યું , સોફા પર બેગ મુકી, અને ફ્રેશ થવા સીડીઓ ચઢીને પોતાના રૂમ
તરફ ગઈ ,
રૂમ નો દરવાજો
અંદર થી બંધ હતો,
"કમાલ છે , મે તો એને બહાર થી બંધ કર્યો હતો , એ અંદર થી બંધ
કોણે કર્યો " મનમાં જ બબડી. એ સોફા પર જ જઇને સુઈ ગઇ .
થાક દુર કરવામાં ને કરવામાં ક્યા એની આંખ લાગી ગઈ
એનું પણ એને ભાન ના રહ્યુ. જ્યારે જાગી તો જોયું તો , અડધી રાત થઈ ચૂકી હતી , એને યાદ
આવ્યુ કે એને સાંજ નું જમવાનું હજી બાકી છે .
ચાલતી ચાલતી
ફ્રીઝ જોડે ગઇ , ફ્રીઝ માં બટર નું ઍક પેકેટ પડયું હતુ . એ તોડ્યું અને બ્રેડ પર લગાવીને
ખાધું . પેટ માં થોડી ઠંડક કરી અને એને યાદ આવ્યુ ,
"અરે , આ બટર તો ક્યારનું પડયું હતુ ......" એને ફરી
લાઈટ થઈ , બટર તો સવાર માં જ પોતે અને પપ્પા એ બધુ પતાવી દીધું હતુ .
દોડીને એને
બટર નું પેપર ઉપાડ્યું ડસ્ટબિન માંથી . એ એજ પેકેટ હતુ કે જે એમને સવારે ખાધું હતુ
, હિયા એ એની પર પેન વડે 'માય બટર ' લખેલું હતુ. એને ડિજિટલ ઘડિયાળ માં તારીખ જોઇ.
01:25:30
16 જાન્યુઆરી 2017
ઘડિયાળ માં ગઈકાલ ની જ તારીખ બતાવતા હતાં . 16 જાન્યૂઆરી
. આવુ કઇ રીતે બની શકે?
(ક્રમશઃ)
સુપર્બ
જવાબ આપોકાઢી નાખોWonderful
જવાબ આપોકાઢી નાખોThank you for tremendous response !!!
જવાબ આપોકાઢી નાખો