૧૨ સાયન્સ વિથ મેથ્સ ઓર નોટ ?

સાયન્સ લેવું કે નહી ? સાયન્સમાં આવશે શું ? સાયન્સ લઇ લઈશ અને પછી ભારે પડશે તો ?  મેથ્સ લઉં કે બાયોલોજી ?

નીચે થોડી માહિત્તી છે જે તમને મદદ કરશે કે તમારે સાયન્સ લેવું તો એમાં મેથ્સ લેવું કે નહી ?

સાયન્સના વિષયો:

૧. રસાયણ વિજ્ઞાન (કેમેસ્ટ્રી)

૨. ભૌતિક વિજ્ઞાન (ફીઝીક્સ)

૩. જીવ વિજ્ઞાન (બાયોલોજી) અથવા/અને ગણિત (મેથ્સ)

૪. સંસ્કૃત અથવા કોમ્પ્યુટર

૫. અંગ્રેજી

 

દરેક વિષયોમાં શું શું આવશે અને તમારી એમાં કેટલી રૂચી છેજો એ તમે જાણતા હોવ તો,  એ પરથી તમે નક્કી કરી શકશો કે તમારે સાયન્સ વિથ મેથ્સ લેવું કે નહી.

 

સાયન્સ વિથ મેથ્સમાં સમાવિષ્ટ ટોપિકસ :

૧. ગણ (સેટ્સ) : દસમાં ધોરણ સુધી આવનારા ગણ અને એના નિયમો આવશે. અમુક નવા નિયમો

આવશે. આની જરૂર ગણિતમાં માત્રને માત્ર સંભાવના સોલ્વ કરવા પડે, એ સિવાય બહુ નહિ નડે.

૨. સંભાવનાઓ: ગણનો ઉપયોગ. સંભાવનાઓ શોધવાના જુદા જુદા પ્રકારો. જો તર્ક (લોજીક) સારું ચાલતું હોય સંભાવના શોધવામાં, તો સંભાવનાનાં પ્રકરણો સરળ રહેશે. જો કે એટલું વધારે ભારણ પણ નથી જો તમને ક્રમચય સંચય સાંભળેલું જણાતું હોય તો. જો ક્રમચય સંચય સમજી લીધું તો, તો સમજી લો કે સંભાવના પૂરું.

૩. ત્રિકોણમિતિ: ત્રિકોણમિતિનું સીધું તો એકેય પ્રકરણ આવશે નહી, પરંતુ એના ઉપયોગો ડગલેને પગલે આવશે. જો ત્રિકોણમિતિ સાયન્સનાં શરૂઆતમાં જ નહી સમજાય તો, સાયન્સના પાસીંગ માર્ક્સ માટેના સૌથી બે મહત્વના મુદ્દા (સંકલન અને વિકલન) હાથમાંથી નીકળી જશે, અને આખો વિષય હાથમાંથી છૂટતો જશે. મેથ્સમાં જો ત્રિકોણમિતિ ગોખવી પડશે તો ક્યાય પૈડું નહી ચાલે આગળ. ત્રીકોણમિતિ એ આવશ્યક છે સાયન્સમાં ટકવા માટે. ત્રિકોણમિતિમાં નવા કોઈ સુત્રો નહી આવે, પરંતુ દસમાં ધોરણના જ સુત્રો હાલતે ચાલતે ઘણી વાર વાપરવાના આવશે.

૪. શ્રેણીઓ અને શેઢીઓ: એક પ્રકરણ આવશે અને એ ઉપરાંત ક્યાંક ક્યાંક સંકલન વિકલનમાં ઉપયોગ આવતો રહેશે.

૫. સમીકરણો: સીધી રીતે તો નહી, પરંતુ વિકલન અને સંકલનમાટે ખુબ જરૂરી. સમીકરણોને એક સ્વરૂપમાંથી બીજા ઈચ્છિત સ્વરૂપમાં ફેરવતા આવડે એટલે ઘણું.

૬. નવા પ્રકરણો:

અ. કોમ્પ્લેક્ષ નમ્બર્સ : જેમ ગણમાં પ્રાકૃતિક થી મોટી વાસ્તવિક સંખ્યાઓ આવે, એમ જ દરેક વાસ્તવિક સંખ્યાઓ સાથે અસંખ્ય કાલ્પનિક સંખ્યાઓ જોડી શકાય. જોકે આ વિષય પર બહુ વિસ્તારમાં નથી આવતું. જનરલ કોન્સેપ્ટ જ આવે છે.

આ. લક્ષ અને સાતત્ય: એક ગણી શકાતો મહત્વનો ટોપિક. વિકલનનો મૂળભૂત આધાર અને બાર સાયન્સ પછીની પરિક્ષાઓમાં અને ઇજનેરી અભ્યાસ થતા ફીઝીક્સમાં પણ આ ટોપિક ખુબ મહત્વનો ગણી શકાય.

ઇ. વિકલન અને સંકલન: ઇજનેરી અભ્યાસ અને બાર સાયન્સ મેથ્સનો મૂળભૂત આધાર એટલે વિકલન અને સંકલન. સંકલન અને વિકલન એટલે અડધા ઉપરનો ભાગ બારમાં ધોરણનાં ગણિતનો. વિકલન અને સંકલન એટલે તમે સીખેલા ગણિતની પ્રેક્ટીસ અને ઉપર થોડો સુત્રોનો ચટાકેદાર મસાલો. જેટલું પાક્કું સંકલન અને વિકલન, એટલું જ પાક્કું તારું ઇજનેરી ગણિત.

ઈ. વિધેય : સામાન્ય પ્રકરણ. થોડું રસપ્રસ અને ઘણું સહેલું. સામાન્ય રૂપે બધાને જલ્દી આવડી જતું હોય છે.

ઉ. સદિશ : ત્રિપરિમાણ (3-D) ગાણિતિક ગણતરીઓ માટેની પાયાની સમજ. ફીઝીક્સ માટે ખુબ જરૂરી. જ્યાં સુધી મેથ્સમાં આવશે એ પહેલા ફીઝીક્સમાં જાણકારી મળી ચુકી હશે, આગળ જઈને ફીઝીક્સમાં મદદ કરશે.

૭. ભૂમિતિ: લાઈન. પરવલય, ઉપવલય, વર્તુળ વગરે વિષયે એમના સમીકરણો તથા એમના ગુણધર્મો. કોમન સેન્સ અને સુત્રો પર આધાર રાખે કે તમે ઓલવ કરી શકશો કે નહી. જો તમે વર્તળ બરાબર સમજી શક્ય હોવ દસમાં સુધી, તો આ પ્રકરણ તમારી સમજમાં બીજા ત્રણ આકારોની ભૂમિતિ ઉમેરશે.

૮.આંકડાશાસ્ત્ર: નજીવા થી નહિવત ઉપયોગ બન્ને વર્ષ દરમિયાન.

જો વિષયો અને એનો અર્થ જોઇને તમને લાગે કે, તમે વિષયો સમજી શકો છો, અથવા તમને આ વિષયો પ્રત્યે રૂચી છે, તો તમે સાયન્સ વિથ મેથ્સ લઇ શકો.

આગળ નાં ભવિષ્ય અને તમારા નિર્ણય માટે, ઓલ ધી બેસ્ટ.

ધવલ એ પટેલ
ફોટો: ઇન્ટરનેટ પરથી.

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for your Valuable Time

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

લેઉવા પાટીદાર લીગનું ઉદઘાટન

આદર્શ ગામ: નવી વાસણી

પેરેલેલ યુનિવર્સ ભાગ ૩