લવ કે અરેંજ ?
આજે રાહુલ અને ક્રિષ્નાની સગાઈની પ્રથમ વર્ષગાંઠ હતી.બન્ને એ મળીને એમનો આ નાનકડો પ્રસંગ ઉજવવાનું વિચાર્યું હતુ.
"હેલો રાહુલ, કેટલે છે તુ?" મોડા થયેલા રાહુલ પર ક્રિષ્ના નો ફોન ગયો.
"હુ રસ્તામાં જ છું .તુ ક્યા છે સ્વીટી?" રાહુલએ મસ્કો મારતા કીધું.
"હુ તને બ્રેડ લાગુ છું?"
"તુ ક્યા છે ક્યુટીપાઈ?"
"હુ ત્યાં જ છું જ્યા આપડી સગાઈ થઇ હતી"
"હુ હમણાં આવ્યો બકુડી"
છ વાગ્યા ની રાહ જોતી હતી ક્રિષ્ના , તયારે છેક સાડા સાતે રાહુલ આવ્યો.
ક્રિષ્નાએ મોઢું ફેરવી દીધું એનાં આવતાં ની વેંત, જાણે કે રિસાઈ ગઇ નાં હોય !
"હેલો માય પરી, મને હતુ જ કે પ્રિન્સેસ રિસાઈ જ જશે , પણ મને મનાવતા પણ આવડે છે"
ક્રિષ્નાએ સામે જોયું. રાહુલ નાં હાથમાં બે રિંગ્સ હતી .
"તને ખબર છે, ઠીક સાડા સાત વાગ્યે એક વરસ પેહલા તમે આવ્યા હતાં આજ હોટેલ નાં ,આ જ દરવાજે થી" રાહુલ બોલ્યો.
ક્રિષ્ના એ રાહુલ સામે જોયું .
"અમે મોડા નહતા પડ્યા" ક્રિષ્ના એ ફરી નાક ચડાવ્યું.
"પણ, અમે પણ એ વખતેં છ વાગ્યા નાં બેસી રહ્યાં હતાં "
"તો મને પણ રાહ જોવડાવવાની?"
"ના મેડમ, આપણે બન્નેએ રાહ જોઇ ,આ પળ ની "
રાહુલ એ ક્રિષ્નાનો હાથ હાથમા લીધો, અને એની આંગળીમાં વીંટી પહેરાવી.
ફોટો: ઇન્ટરનેટ પરથી |
"આ એવી જ વીંટી છે કે જે મે તમને પહેરાવી હતી વરસ પેહલા"
અને બીજી વીંટી ક્રિષ્નાને આપી.
"સોરી"
"આઈ એમ સૉંરી , પણ તુ બીજુ જ કાઈ બોલી હતી એ વખતેં જ્યારે તેં મને આ પહેરાવેલી"
"આઈ રીયલિ લવ યું"
"સેમ ટુ યું જાનુડી".
જાણે ક્રિષ્નાનો બધો જ ગુસ્સો છુંમંતર થઈ ગયો.
બન્ને એ કેન્ડલ લાઈટ ડિનર નો સ્વાદ માણ્યો.
કેન્ડલ નાં આછા પ્રકાશમા બન્ને એક રોમેન્ટિક સાંજ નો લ્હાવો ઉઠાવી રહ્યાં હતાં .
"કેવું સ્વપ્ન જેવું લાગે છે નઈ?"ક્રિષ્ના એ કીધું.
"કેમ?"
"જો આપણાં બન્નેનાં પપ્પા દોસ્તો ના હૉત તો આપણે બન્ને મળી નાં શક્યા હૉત નઇ?"
"એમનાં વગર બીજો કોઈ રસ્તો નહતો આપણાં બન્ને ને મળવાનો"
"યાદ છે આપણી પેહલી મુલકાત?"
"તુ થાપ ખાઈ શકે , હુ કદીય ના ભૂલી શકુ"
"હુ શેની થાપ ખાઉ? , તુ મારા ગમતા રંગ નો શર્ટ અને મારા ફેવરિટ જિન્સ જેવો જ જિન્સ પહેરી ને આવેલો"
"યાદ છે , મે કહેલું કે તને એક વાત કહીશ કોઈ સારા પ્રસંગે"
"હા , યાદ તો છે . પણ મે તને કેટલી વાર પુછ્યું , પણ તેં કાઈ કીધું નહીં એટ્લે મે પૂછવાનું જ મુકી દીધું"
"આજ માટે જ તો મે એ વાત બચાવીને રાખી મુકી હતી "
"સાચ્ચે ? , જલ્દી કે"
"મે કહ્યુ હતુ કે તુ થાપ ખાઈ જઈશ , જ્યારે હુ તને તારા ગમતા કપડામાં જોવો આવ્યો , એ આપણી પેહલી મુલાકાત નહતી"
"તો?" ક્રિષ્નાની આંખો કઇ યાદ કરવામા જ ખોવાઇ ગઇ .
"આપણે એ પેહલા ક્યારે મળ્યા નહતા મિસ્ટર"
"ઓ મારા મિસ , તમને ક્યાંથી ખબર હોય , આ અર્રેન્જ મેરીજ ની પાછળ ની વાર્તા "
"તો કહો મને , મિસ્ટર"
"જ્યારે મે તને પહેલ પહેલી વાર જોઇ ત્યારે તુ પાણી ની વોટરબેગ ડોકે ભરાવીને ચાલતી , મમ્મીની જોડે નિશાળે જઇ રહી હતી"
"ઓહ રીયલિ? અને તમે?"
"હુ , હુ તો પપ્પા જોડે સ્કૂટર પર જતો હતો નિશાળે"
ફોટો: ઇન્ટરનેટ પરથી |
"ચાલુ સ્કૂટર એ મને જોઇ?"
"ના , તમે ખબર નઇ શો જાદુ કર્યો કે તમારી બાજુ માંથી પસાર થતા જ અમારું સ્કૂટર બન્ધ પડી ગયું"
"તો, તમારુ એમ કેહવું છે કે , અમે નાનાં હતાં ત્યારથી જ હુસ્ન નો જાદુ ફેલાવતા તમારી પર ?"
"એ અપરાધ મા તો , હુ તમને કેદ કરાવી શકુ આજીવન મારી આંખો મા"
"કરી દો ને , રોક્યા છે કોઈ એ તમને?"
"હુ કહેતો હતો કે સ્કૂટર બન્ધ થઇ ગયુ હતુ અમારું " રાહુલ ને કાઈ નાં મળતાં મૂળ વાત પર પાછો ફર્યો.
"તો તમે શુ કર્યું પછી?"
"મે પપ્પા ને પુછ્યું"
"શુ?"
"આ નવા રેહવા આવ્યાં એ આંટી કોણ છે?"
"એ બાજુ ની સોસાયટીમા મારા મિત્ર ને ત્યાં રેહવા આવ્યા છે બન્ટુડા "રાહુલ નાં પપ્પા.
"બન્ટુ? કેવો હતો એ ટેનીયૉ?"
"એ ટેનીયૉ , બવ જ શર્મીલો અને શાંત હતો , પણ ડાહ્યો તો ડમરા જેવો હતો"
"અને એ વોટરબેગ વાડી?"
"એ એવી જ હતી જેવી આજે છે , એક્દમ માસુમ , પરી જેવી , પ્રિન્સેસ મારી ,કુદરત ને પ્યારી , અને સૌ ની લાડકવાયી"
"તો , પછી શુ થયુ?"
"મે તપાસ કરાવી એ મારા પપ્પા નાં મીત્ર નાં પરિવાર ની"
"કેમ?"
"મિત્ર બનાવવા એમનાં ભાડુઆત ની બેબલિ ને"
ક્રિષ્ના હસી પડી.
"તો તમે આવ્યાં કેમ નહીં મારી સામે મિત્રતા નો હાથ લંબાવવા?"
"હુ આવુ , એ પેહલા તમે ફરી થી ઘર બદલી નાખ્યું "
"તેં શુ વીતી તમારાં પર એ વખતે?"
"જાણે આભ તુટી પડયું , જ્યારે ખબર પડી કે તમે બાજુ ની સોસાયટી મુકી ને અમારી સોસાયટીમા રેહવા આવી ગયા "
"તુ મધુરવન મા રેહતો?" ક્રિષ્ના એ પુછ્યું
"મારી ફેમિલી રેહતી ત્યાં"
"મે તને કોઈ વાર જોયેલો ત્યાં?"
"તમે આવ્યાં રેહવા એનાં બીજા જ દિવસે હુ ઘરેથી નીકળી ગયેલો ભણવા, નવોદય ની શાળા મા , જોયું હતુ તમારા ઘર નું બારણું , બંધ જ હતુ મારી સ્ટોરી ની જેમ "
"છઠ્ઠા ધોરણમા હતો તુ ?" આશ્ચર્ય થી પુછ્યું ક્રિષ્નાએ
"તમે પાંચમામાં જ તો હતાં"
"પછી? ક્યારે આવ્યો તુ પાછો?"
"આખા વરસ મને રાહ રેહતી વેકેશન ની , વેકેશનમાં આવતો ઘરે , રોજ જોતો તમારાં ઘર નું બંધ બારણું, "
"ઓહ , વેકેશનમાં અમે ગામડે જતા રેહતા"
"તમે મારૂ વેકેશન બગાડી દેતા દરેક વખત એ "
"અમને શુ ખબર કે તુ મારી રાહ જોવે છે, નહિતર વહેલા આવી જાત"
"હુ જણાવી દેત તને , પણ ..."
"પણ.."
"ઉમર બહુ નાની હતી મારી આ બધાં માટે "
ફોટો: ઇન્ટરનેટ પરથી |
"એ બધુ તારે પેહલા વિચારવું જોઇ ને "
"મારુ મન મગજ બીજુ જ કાઈ વિચારવામાં વ્યસ્ત હતુ એ વખત એ"
"શુ?"
"ભવિષ્ય વિશે"
"કેવું ભવિષ્ય?"
"કેવું નહીં , પૂછ કોનું ભવિષ્ય?"
"કોનું ?"
"મારુ અને તારું "
"તો શુ વિચાર્યું તેં?"
"મે શરુ કર્યું ભણવાનું"
"કેટલું ભણ્યો?"
"ટોપ કર્યું ક્લાસ મા , 88 લાવ્યો બારમા મા"
"બારમાં સુધી યાદ ના આવી મારી?"
"તારી યાદ આવતી એટ્લે જ તો આટલા આવ્યાં "
"નહિતર ?"
"નહિતર 96 કાં તો 99 હોત " રાહુલ એ હસ્તાં હસતા કીધું.
" બવ ડાહ્યો"
"જન્મ થી"
"પછી? શુ કર્યું તેં મને મળવા?"
"કોને મળવું હતુ તને? "
"તો?"
"પ્લાન કૈક અલગ જ બનાવ્યો હતો મે"
"કેવો પ્લાન?"
"પહોંચ્યો મારા પપ્પા નાં ફ્રેન્ડ નાં ઘેર , એમનાં ગમતા ફુલ લઇ ને "
"પટાવી લીધાં કરશન અંકલ ને?"
"એમને બોલાવ્યા તમને ડિનર પર એક રાતે "
"તમે તો ક્યાંય દેખાયા નહતા એ રાતે"
"મે તમને જોવા ગોઠવડાવી હતી એ દાવત"
"સ્વાદિષ્ટ હતી એ દાવત બાકી"
"હોય જ ને , તમારા આવવનાં આનંદ નો સ્વાદ ભરેલો હતો એમા"
"એ સ્વાદ તમારે ચાખવો નહતો?"
"તમારી આંખો એ જ ધરાવી દીધાં હતાં અમને "
"એવું હતુ એમ જનાબ"
"એક વાત કહું?"
"ઇરશાદ"
"બહુ અતિ સુંદર લાગતા તમે એ બ્લેક ડ્રેસમાં"
"પૂલ બાંધો છો વખાણ નાં ?"
"સ્મરણો જણાવું છું બીજી મુલાકાત નાં "
"બે મુલાકાતો થઈ તમારી અને અમને અણસાર પણ નહીં?"
ફોટો: ઇન્ટરનેટ પરથી |
"વારો હતો તમારો હવે , પણ તમે જોઇ શક્યા નહીં"
"બની ના શકે એવું કે અમારી નજર ચુકે"
"હુ શુ કરૂ જો , અમારાં આવતાં જ તમારી નજર જો ઝુકે"
"ક્યા આપી હતી તમે એવી હાજરી?"
"ફેર વેલ હતી તમારી ધોરણ બારની, મીરા બન્યાં હતાં તમે મેવાડ ની"
"લાગે છે તમે કૃષ્ણ થઈ આવ્યાં નહતા "
"અમે તો મુરલી લઇ આવ્યાં હતાં વગાડવવા , પણ તમારુ ધ્યાન નહતું કાના માં"
"મીરા તો તૈયાર જ હોય કાના માટે , કાનો જ ક્યા માને પ્રીત મા"
"કાના ને રાહ હતી દ્વારકાધીશ બનવાની"
"મુરલી લાવેલા તો વગાડી કેમ નહીં?"
"તુ પુછેછે મને કે , પ્રેમમા જગાડી કેમ નહીં"
"એક વાત કહું ખાનગી?"
"ઈર્શાદ"
"ફેર વેલ મા ટાઈ નહતી કાઈ કામની"
"તમે જોયેલો મને ત્યારથી?"
"અંદાઝ લગાવું છું , મારા ખ્યાલ થી"
"આગલી મુલાકાત ક્યા થઈ મારી?"
"ટપાલ આપી ગ્યો એક ટપાલી , મે એને સરકાવ્યો તમારાં ઘરે , તમે આપવા આવ્યાં હતાં એને પાછા મારા ઘરે"
"તમે સંતાઈ ને જોઇ રહ્યાં હશો મને?"
"હુ ચૂકી ગયો એ પળ , દોસ્તો લઈ ગયા હતાં મને એમનાં ઘરે"
"બહુ કામ નાં લાગી તમને તરકીબ તમારી"
"મારા એ નવા દોસ્તો હતાં તમારી કોલેજના , એમની બેહેંનપણીયો હતી તમારી સખીઓ"
"પહેલે થી જ નીકળ્યાં તમે તો દૂરદર્શક"
"ધીમે ધીમે ઓળખાણ વધારાવી, બનાવ્યા મિત્રો તમારાં અને મારા પપ્પાને"
"એક વાર જોવા ભી ના આવ્યાં તમે મને?"
"તમારી અને કરશન અંકલ ની દરેક દાવત પર જોતો તમને "
"મારા વિશે આટલી પરવાહ હતી તમને?"
"બહુ મુશ્કેલી થી રેહતો કમને"
ફોટો: ઇન્ટરનેટ પરથી |
"કેમ સામે આવ્યાં નહીં?"
"ડર હતો , કે કોઈ લઈ ના ગયું હોય તમને સદેવને"
"પરદો હટયો ક્યારે ડર પર થી?"
"જ્યારે તમારી ડાયરી મળી , છત પર થી"
"તો એમાંથી જાણ્યા તમે મારા વિશે"
"ના , એવું ના કહો , કહો કે એમાંથી જ પ્રેમ મા પડ્યાં તમારાં વિશે"
"પછી શુ પગલાં લીધાં તમારાં પ્લાન એ?"
"વાત પહોંચાડી મારી અને તમારી , કરશન કાકા નાં કાન એ"
"શુ કહ્યુ કાકા એ?"
"બોલાવ્યો મને એમનાં ઘરે , કહી હકીકત એમનાં શરણએ"
"હવે સમજાયું , કેમ કાકા એ કરી મને મજબૂર તમારાં દર્શન એ"
"મળ્યા આપને બન્ને પેહલી વાર એક ક્ષણે"
"નાં માંથી હા તરફ દોરી ગયા તમે મને"
"મનાવવા કેટલા પ્રયત્નો કર્યા છે ખબર છે?"
"બધુંય ક્યા જાણતી હતી હુ , તમારાં હાલ નાં મને શુ ખબર?"
"આટલી બધી નારાજગી હતી શી વાત ની?"
"મને શી ખબર તમારાં હાલ ની ?"
"આખરે તુ રાજી કેમ થઈ? "
"આંખોમાં આટલો બધો પ્રેમ લઇને ફરતા હતાં કેમ? હુ પેહલી નઝર નો પ્રેમ સમજી વારી ગઇ"
"ને આજે મારી એ યાદો તાજી થઈ"
"હુ માની કેમ લઉ તમારી વાતો કે તમારી વાતો છે સાચી?"
"તુ એમ નહીં જ માને , કરાવું તને વાત મારી પાક્કી"
રાહુલ ક્રિષ્ના ને હાથ પકડી ને હોટેલ ની બહાર લઇ ગયો.
ત્યાં એક ગાડી પડી હતી , એમાં બેસી ને બન્ને ઉપડ્યા એમની જૂની ગલી.
ક્રિષ્ના નાં જુના ઘર આગળ રાહુલએ ગાડી ઊભી રાખી .
ઘરમા ક્રિષ્ના નાં બચપણ ની બધી વસ્તુઓ , એની ડાયરી પડી હતી, અને ડાયરી મા પડ્યો હતો રાહુલ નો ટાઈ વાડો ફેર વેલ ફંકશન વખત નો ફોટો .
By
Dap
Dhaval.pbt15@spt.pdpu.ac.in
Super duper story
જવાબ આપોકાઢી નાખોNice story
જવાબ આપોકાઢી નાખોThank you
કાઢી નાખો