આદર્શ ગામ: નવી વાસણી
નવી વાસણી ગામના કુદરતી સૌંદર્યનો એક નજારો. નવી વાસણી, એટલે અરવલ્લી જિલ્લામાં વસેલું પ્રખ્યાત દીપેશ્વરી ધામ (ઉંટરડા) ને અડીને રહેલું, ત્રણેય બાજુએ માઝૂમની પવિત્ર નદીથી ઘેરાયેલું એક નાનકડું ગામ. હા, નાનકડું ગામ, જેમાં આશરે સો થી દોઢસો ઘર હશે. ઉપરાંત ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળા, સહકારી ડેરી, જીવન જરૂરિયાતની પ્રાથમિક સુવિધાઓ માટેની ચાર પાંચ નાની દુકાનો, પાકા રસ્તા અને ગામના ચોકમાં પવિત્ર રામજી મંદિર તથા શોભા વધારતું દીપેશ્વરીમાતાનું મંદિર. ગામનાં ચોકમાં આવેલી સહકારી ડેરીનું દ્રશ્ય ગામની પ્રાથમિક શાળાનું એક જુનું દ્રશ્ય ગામની મોટા ભાગની વસ્તી ભણેલા ગણેલા પટેલોની. એમાં પણ લગભગ નેવું ટકા વસ્તી 36 ગામ લેઉઆ પાટીદારની. ગામના લગભગ તમામ લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન અને નાના મોટા ખેતીના લગતા વ્યવસાય. મોટા ભાગના ગામના લોકો સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ અને દૂર સુધી પહોંચીને પણ મૂળને અડકીને રહેનારા સરળ લોકો. સામાજિક કાર્યક્રમોના અગ્ર રહેતા પ્રતિનિધિઓ અને એમની ટીમોની પ્રવૃત્તિઓ તથા અન્ય દ્વારા સામાજિક જાગૃતિના કાર્યક્રમો હોય કે મંદિરની દેખ રેખ રાખવાની કમિટીનાં પગલાં, દરેક કામ કાજ...