ફૂલીબા : એકસો છ વર્ષનું વ્યક્તિત્વ
ફૂલીબા મનુષ્ય શરીરનું આયુષ્ય કેટલું ? સરેરાશ કહીએ તો પાંસઠથી સિત્તેર વર્ષ. ઘણા ઓછા લોકો જોવા મળે છે આજ કાલ કે જેઓ એંશી થી નેવું વર્ષનું આયુષ્ય માણી શકે છે. એવામાં વાત જો આયુષ્ય માણવાની જ થતી હોય તો નવી વાસણીનાં પટેલ કુટુંબના ફૂલીબાનું નામ કેમનું ભુલાય. ફૂલીબા એટલે સદી વટાવીને પણ ઉપર છ થી સાત વર્ષ સુધી અડીખમ રહેનાર વ્યક્તિત્વ. હા, અડીખમ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ, પોતાના આંગણે પોતાનાં છોકરાનાં છોકરાનાં સંતાનોનાં લગ્ન પ્રસંગો જોવાનું કિસ્મત બાકી ક્યાં દરેકની કુંડળીએ લખાયું હોય છે. ચાર પેઢીઓને એક સાથે જોવાનો લ્હાવો બહુ ઓછા કુટુંબોને ભાગ્યે પ્રાપ્ત થતો હોય છે. ફૂલીબા એટલે 2018 સુધીના ગામનાં સૌથી મોટી ઉંમરના વ્યક્તિ. એટલું આયુષ્ય ગામમાં અને આજુબાજુના ગામનાં કોઈ વ્યક્તિએ નિહાળ્યું હોવાનું અત્યાર સુધી રેકોર્ડમાં નથી. ફૂલીબાએ અંગ્રેજોના રાજ પણ જોયા, આઝાદીની લડાઈઓ પણ આંખે દેખી અને આઝાદી પછીનું વિકસતું ભારત પણ જોયું. ભારતની બદ...