પોસ્ટ્સ

રથયાત્રાની અજાણી રોચક વાતો

છબી
અમદાવાદમાં સદીઓથી યોજાતી રથયાત્રા વિશે નીચેની માહિતી તમે કદાચ ભાગ્યે જાણતાં હશો. 1) અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત 1878 માં કરવામાં આવી હતી. 2) નરસિમ્હા દાસ નાં સ્વપ્નમાં રાત્રે જગન્નાથ ભગવાન ખુદ આવ્યા હતા, અને એ પછીથી અમદાવાદમાં રથયાત્રા શરૂ કરવામાં આવી હોવાની માન્યતા છે. 3) રથયાત્રાનાં રથ નારિયેળના ઝાડમાંથી બનાવવામાં આવે છે. 4) પુરી અને કોલકત્તા પછી, અમદાવાદની રથયાત્રા સૌથી મોટી રથયાત્રા ગણાય છે. 5) રથયાત્રાનાં રથ, ભરૂચની ખલસ જાતિના લોકો દ્વારા ખેંચવામાં આવે છે. 6) અમદાવાદ જગન્નાથ ભગવાનનું મંદિર 450 વર્ષથી પણ વધુ જૂનું છે.

પેરેલેલ યુનિવર્સ ભાગ ૩

છબી
વાંચો પેરેલલ યુનિવર્સ ભાગ 1   પેરેલલ યુનિવર્સ ભાગ 1 વાંચો પેરેલલ યુનિવર્સ ભાગ ૨  પેરેલલ યુનિવર્સ ભાગ ૨ પેરેલલ યુનિવર્સ ભાગ 3           ૧૬ જાન્યુઆરી,૨૦૧૭.રાતનાં ૧: ૨૫:૩૦ નો સમય.હિયા સમજી ગઇ કે પોતે ઘરે આવીને સુઈ ગઇ,અને જેવી એ જાગી ત્યારે એ બીજા જ યુનિવર્સમાં પહોંચી ચૂકી છે. “તો યુનિવર્સ યુનિવર્સ વચ્ચે તારીખો પણ બદલાય છે, ત્યાં ગઇકાલે ૧૬ તારીખ હતી અને અહિયાં આજે ૧૬ તારીખ છે.કમાલ છે….”હિયા મનમાં જ વિચારતી જતી હતી ત્યાં ઉપર પોતાનાં રૂમથી દરવાજાનું હેન્ડલ ખુલવાનો અવાજ આવ્યો. હિયા પોતાનાં રૂમ તરફ દોડી.એણે લાગ્યું કે નક્કી કાંઇક અજુગતું થયું હશે.ઉપર જઇને જોયું તો રૂમનું હેન્ડલ ખુલ્લું પણ રૂમનું બારણું બંધ હતું. “મને સો ટકા યાદ છે કે મે આ બારણું બંધ કર્યું  અને હુ ઊંઘી પણ નથી નીચે આવીને, કે મારી દુનિયા કે આ યુનિવર્સ ફરીથી બદલાઇ જાય.”મનમાં હિયા બબડી. હિયા દરવાજાની બહાર જ ઊભી હતી.વાતાવરણમાં જાણે તોફાન પહેલાની નીરવ શાંતિ હતી.પરંતું આ યુનિવર્સને ક્યાં ભાન  કે, એ એક અનંત મૈત્રીનું સાક્ષી બનવા જઇ રહ્યું . હિયા હજુય દરવાજાની બહાર જ ઊભી હ...

ફૂલીબા : એકસો છ વર્ષનું વ્યક્તિત્વ

છબી
        ફૂલીબા                        મનુષ્ય શરીરનું આયુષ્ય કેટલું ? સરેરાશ કહીએ તો પાંસઠથી સિત્તેર વર્ષ. ઘણા ઓછા લોકો જોવા મળે છે આજ કાલ કે જેઓ એંશી થી નેવું વર્ષનું આયુષ્ય માણી શકે છે. એવામાં વાત જો આયુષ્ય માણવાની જ થતી હોય તો નવી વાસણીનાં પટેલ કુટુંબના ફૂલીબાનું નામ કેમનું ભુલાય. ફૂલીબા એટલે સદી વટાવીને પણ ઉપર છ થી સાત વર્ષ સુધી અડીખમ રહેનાર વ્યક્તિત્વ. હા, અડીખમ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ, પોતાના આંગણે પોતાનાં છોકરાનાં છોકરાનાં સંતાનોનાં લગ્ન પ્રસંગો જોવાનું કિસ્મત બાકી ક્યાં દરેકની કુંડળીએ લખાયું હોય છે. ચાર પેઢીઓને એક સાથે જોવાનો લ્હાવો બહુ ઓછા કુટુંબોને ભાગ્યે પ્રાપ્ત થતો હોય છે.             ફૂલીબા એટલે 2018 સુધીના ગામનાં સૌથી મોટી ઉંમરના વ્યક્તિ. એટલું આયુષ્ય ગામમાં અને આજુબાજુના ગામનાં કોઈ વ્યક્તિએ નિહાળ્યું હોવાનું અત્યાર સુધી રેકોર્ડમાં નથી. ફૂલીબાએ અંગ્રેજોના રાજ પણ જોયા, આઝાદીની લડાઈઓ પણ આંખે દેખી અને આઝાદી પછીનું વિકસતું ભારત પણ જોયું. ભારતની બદ...

પેરેલલ યુનિવર્સ ભાગ ૨

છબી
  વાંચો પેરેલલ યુનિવર્સ ભાગ 1 પેરેલલ યુનિવર્સ ભાગ 1                                                1. પેરેલલ યુનિવર્સ :2             હિયા ને વિશ્વાસ બેસી ગયો કે પોતે , બીજી દુનિયાથી અહી આવી પહોચી છે, પણ હજુય એનાં મન માં સવાલ હતો કે , કેવી રીતે ? એનાં જીવન માં બધુ જ તો નોર્મલ ચાલતું હતુ , એ એની જીંદગી , એનાં દોસ્તો , અને એની દુનિયા.         " જે કાંઇ થયુ , એનું મૂળ ક્યાંક તો છુપાયેલું હશે જ , મારે એને શોધી કાઢવું જોઇ એ" હિયા ને મનમાં ઘણીયે વાર આ વિચાર આવતો હતો , એ બુક વાંચ્યાં પછી એ ઘરે આવી.           ઘરે આવીને ચેનથી સુઈ ગઇ..               16 જાન્યુઆરી 2017 , એટ્લે કે    ...

ટ્રેકટરમાં ડીઝલનો વપરાશ કેવી રીતે ઓછો કરી શકાય.

છબી
તમે તમારા ટ્રેકટરને બરાબર જાણો છો ? સંશોધનો મુજબ ,  દરકાર રાખ્યા વગર ટ્રેકટર વાપરવાથી તે ૨૫ ટકા જેટલું વધારે ડીઝલ બાળી શકે છે.      તમારા ટ્રેકટરની ડીઝલની ખપતને યોગ્ય દરકાર રાખીને કેવી રીતે ઓછી કરી શકાય ? ગવર્મેન્ટ અને સામાન્ય સુઝ્બુજ થકી નીચેના સામાન્ય મુદ્દાઓ થાકી ડીઝલની ખપત ઘટાડી શકાય છે. ૧. ખેતર ખેડતી વખતે કેવી રીતે ટ્રેકટર દોડાવું છે તે યોગ્ય પ્લાન કરો જેથી ઓછામાં ઓછા વળાંકોથી ખેતર ખેડી શકાય. વળાંકોમાં ટ્રેક્ટર વધુ ડીઝલ ખાય છે. ખેડવાની યોગ્ય પદ્ધતિ  ૨. ડીઝલ ટેંક લીક થતી હોય તો ચેક કરતા રહો. ચોક્કસ સમયાન્તરે એ બાબતે ચેક કરતા રહો. ડીઝલ ટેંક સિવાય ફયુલ ટેંકનાં જોઈન્ટ, ફયુલ પંપ ,  ફયુલ ઈન્જેકટર અને ફયુલ લાઈનો ચેક કરતા રહો. રોજ આમાંથી ક્યાય પણ લીક થતું હશે તો ,  વર્ષ અંતે ઘણું ડીઝલ લીક થઇ જશે. ફયુલ ઈન્જેકટર    ૩. જયારે રસ્તામાં કોઈની જોડે એક મિનીટથી વધુ સમય વાત કરવા ઉભા રહેવાનું થાય તો, ટ્રેકટર બંધ કરી દેવાની ટેવ રાખો. રોજ પાંચ મિનીટ તમે આ રીતે ચાલુ ટ્રેક્ટરએ વાત કરો તો ,  ૧૨ દિવસો માં તમારી આ આદત એક લીટર જેટલું ડીઝલ ખાઈ શકે છે. ટ્રેકટરન...

Ideal Village: New Vasni

છબી
A view of the natural beauty of Navi vasni village. Navi Vasani, a small village in Aravalli district, adjacent to the famous Dipeshwari Dham (Untarda), surrounded on all three sides by the holy river Mazum.  Yes, a small village, with about one hundred to one hundred and fifty houses.  In addition to the primary and secondary school in the village, co-operative dairy, four small shops for basic necessities of life, paved roads and the holy Ramji temple in the village chowk and the adorned Dipeshwari temple. View of the cooperative dairy in the village square An old view of the village primary school Most of the population of the village is considered to be educated Patels.  About 90% of the population belongs to 36 villages of Leua Patidar.  The main occupations of almost all the people of the village are farming, animal husbandry and small and big farming. Most of the villagers are socially and economically prosperous and simple people who have reached far and wide...

આદર્શ ગામ: નવી વાસણી

છબી
નવી વાસણી ગામના કુદરતી સૌંદર્યનો એક નજારો. નવી વાસણી, એટલે અરવલ્લી જિલ્લામાં વસેલું પ્રખ્યાત દીપેશ્વરી ધામ (ઉંટરડા) ને અડીને રહેલું, ત્રણેય બાજુએ માઝૂમની પવિત્ર નદીથી ઘેરાયેલું એક નાનકડું ગામ. હા, નાનકડું ગામ, જેમાં આશરે સો થી દોઢસો ઘર  હશે. ઉપરાંત ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળા, સહકારી ડેરી, જીવન જરૂરિયાતની પ્રાથમિક સુવિધાઓ માટેની ચાર પાંચ નાની દુકાનો, પાકા રસ્તા અને ગામના ચોકમાં પવિત્ર રામજી મંદિર તથા શોભા વધારતું દીપેશ્વરીમાતાનું મંદિર. ગામનાં ચોકમાં આવેલી સહકારી ડેરીનું દ્રશ્ય ગામની પ્રાથમિક શાળાનું એક જુનું દ્રશ્ય ગામની મોટા ભાગની વસ્તી ભણેલા ગણેલા પટેલોની. એમાં પણ લગભગ નેવું ટકા વસ્તી 36 ગામ લેઉઆ પાટીદારની. ગામના લગભગ તમામ લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન અને નાના મોટા ખેતીના લગતા વ્યવસાય. મોટા ભાગના ગામના લોકો સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ અને દૂર સુધી પહોંચીને પણ મૂળને અડકીને રહેનારા સરળ લોકો. સામાજિક કાર્યક્રમોના અગ્ર રહેતા પ્રતિનિધિઓ અને એમની ટીમોની પ્રવૃત્તિઓ તથા અન્ય દ્વારા સામાજિક જાગૃતિના કાર્યક્રમો હોય કે મંદિરની દેખ રેખ રાખવાની કમિટીનાં પગલાં, દરેક કામ કાજ...

પેરેલલ યુનિવર્સ ભાગ ૧

છબી
                                            પેરેલલ યુનિવર્સ                                           (સમાંતરીક વિશ્વ)                          મુંબઇ થી દિલ્લી ની ટ્રેન , ટ્રેન ની ઍક મુસાફર , હિયા . હિયા સોળ વર્ષની છોકરી હતી , જે એનાં પપ્પાને મળવા દિલ્લી જઇ રહી હતી. દિલ્લીમાં એનાં પપ્પા સરકારી નોકરી કરતા હતાં.                           મુંબઇ થી રાત્રે   ...